મંત્રીએ સ્વચ્છતાના શપથ લેવડાવ્યા અને વૃક્ષારોપણ ઝુંબેશ તથા શ્રમદાનમાં ભાગ લીધો
સંસ્થાઓ અને જાહેર જગ્યાઓમાં સ્વચ્છતા પહેલમાં યોગદાન આપવા વિદ્યાર્થીઓ અને અધિકારીઓને આહ્વાન કર્યું

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ તથા સંસદીય બાબતોના રાજ્ય મંત્રી ડૉ. એલ. મુરુગને આજે ભારતીય સમૂહ સંચાર સંસ્થાન (IIMC), નવી દિલ્હી ખાતે ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન હેઠળ આયોજિત પ્રવૃત્તિઓની શ્રેણીમાં ભાગ લીધો હતો. મંત્રીશ્રી એ જણાવ્યું કે, “પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 2014માં સ્વચ્છતા અભિયાન શરૂ કર્યા પછી, દેશભરના લોકો આ આંદોલનનો ભાગ બન્યા. કાર્યાલયો અને સંસ્થાઓમાં પણ સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આજે, IIMC ખાતેના વિદ્યાર્થીઓ અને અધિકારીઓ સાથે, અમે સ્વચ્છતા માટેના શપથ લીધા છે. આપણે આંગણવાડી કેન્દ્રો, મંદિરો, સંસ્થાઓ અને અન્ય જાહેર સ્થળો સહિત જ્યાં પણ શક્ય હોય ત્યાં સ્વચ્છતા સેવા દ્વારા યોગદાન આપવું જોઈએ. આપણે 17 સપ્ટેમ્બરથી સ્વચ્છતા અભિયાનને આગળ ધપાવી રહ્યા છીએ. આપણા દેશ, સંસ્થાઓ અને કાર્યાલયોને સ્વચ્છ રાખવાની આપણી સામૂહિક જવાબદારી છે.”