
અસેસમેન્ટ યર 2026-27 માટે ઇન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઇલ કરવાની પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે. નાણાકીય વર્ષ 2025-26 પૂર્ણ થતાની સાથે જ હવે ટેક્સ ભરવાનું શરૂ થયુ છે. કરદાતાઓ માટે આ સમય ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે ઉતાવળમાં કરવામાં આવેલી એક નાની ભૂલ પણ ઇન્કમ ટેક્સ વિભાગની નોટિસ લાવી શકે છે અથવા તમારું મહેનતનું રિફંડ અટકાવી શકે છે.
PAN કાર્ડ અને આધાર કાર્ડ લિંક
ITR ભરવાની શરૂઆત તમારા મૂળભૂત દસ્તાવેજોથી થાય છે. સૌથી પહેલા એ તપાસો કે તમારો PAN કાર્ડ અને આધાર કાર્ડ એકબીજા સાથે લિંક છે કે નહીં. જો આ લિંક નહીં હોય તો તમારું રિટર્ન પ્રોસેસ થશે નહીં. આ ઉપરાંત, ટેક્સ પોર્ટલ પર તમારો લેટેસ્ટ મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી અપડેટ હોવું જોઈએ જેથી OTP મેળવવામાં સરળતા રહે.
Annual Information Statement
જો તમે નોકરી કરો છો, તો તમારા એમ્પ્લોયર પાસેથી Form 16 મેળવી લો. આમાં તમારી કુલ
અને કપાયેલા ટેક્સ (TDS)ની સંપૂર્ણ વિગત હોય છે. આ વર્ષે AIS અને Form 26AS ડાઉનલોડ કરવા અનિવાર્ય છે. AIS માં તમારા બેંક વ્યાજ, શેરબજારના વ્યવહારો અને મ્યુચ્યુઅલ ફંડની તમામ માહિતી હોય છે. આ ડેટા સાથે તમારું રિટર્ન મેચ થવું જોઈએ.
જો તમે ‘ઓલ્ડ ટેક્સ રેજીમ’ (જૂની ટેક્સ પદ્ધતિ) પસંદ કરી છે, તો કપાતનો લાભ લેવા માટે નીચે મુજબના રોકાણના પુરાવા તૈયાર રાખો:
કલમ 80C હેઠળ: LIC પ્રીમિયમ રસીદ, PPF સ્ટેટમેન્ટ, બાળકોની ટ્યુશન ફી, અને ELSS રોકાણ.
હેલ્થ ઇન્શ્યોરન્સ: કલમ 80D હેઠળ મેડિક્લેમની પ્રીમિયમ રસીદ.
હોમ લોન: બેંક પાસેથી વર્ષ દરમિયાન ચૂકવેલા વ્યાજ અને મુદ્દલનું સર્ટિફિકેટ.
HRA: જો તમે ભાડાના મકાનમાં રહો છો, તો મકાનમાલિકનો PAN અને ભાડાની રસીદો.
