બોલીવુડની મોસ્ટ અવેઇટેડ ફિલ્મોમાં સામેલ ‘મિર્ઝાપુર ધ મૂવી’ રિલીઝ પહેલાં જ બોક્સ ઓફિસ પર પોતાની મજબૂત હાજરી નોંધાવી રહી છે.ટ્રેલર સામે આવ્યા બાદ ફિલ્મને સોશિયલ મીડિયા પર પણ સારો પ્રતિસાદ મળ્યો છે. ખાસ કરીને અલી ફઝલ, પંકજ ત્રિપાઠી અને દિવ્યેન્દુ જેવા કલાકારોને ફરી એકસાથે જોવા માટે ચાહકો આતુર છે.
સૅકનિલ્કના અહેવાલ પ્રમાણે, ‘મિર્ઝાપુર ધ મૂવી’એ અત્યાર સુધીમાં સમગ્ર ભારતમાં એડવાન્સ બુકિંગથી આશરે 3.8 કરોડ રૂપિયાની કમાણી કરી છે. જો બ્લોક કરાયેલી સીટોને પણ ગણતરીમાં લેવામાં આવે તો આ આંકડો વધીને આશરે 6.03 કરોડ રૂપિયા સુધી પહોંચે છે. ફિલ્મના અત્યાર સુધીમાં 7408 શો બુક થઈ ચૂક્યા છે અને દેશભરમાં 134370થી વધુ ટિકિટનું વેચાણ થયું હોવાનું સામે આવ્યું છે. ‘મિર્ઝાપુર’ની અગાઉની સિઝનને મળેલી લોકપ્રિયતા અને તેના પાત્રોની ફેન ફોલોઇંગને જોતા ફિલ્મ માટે થિયેટરોમાં પણ મોટી સંખ્યામાં દર્શકો પહોંચે તેવી અપેક્ષા છે. ખાસ કરીને પ્રથમ દિવસે ફિલ્મ કેટલી કમાણી કરે છે તેના પર સૌની નજર રહેશે. એડવાન્સ બુકિંગના હાલના ટ્રેન્ડ પરથી સ્પષ્ટ છે કે ફિલ્મને લઈને દર્શકોમાં જબરદસ્ત ક્રેઝ છે અને રિલીઝ પહેલાં જ ફિલ્મે બોક્સ ઓફિસ પર પોતાની અસર દેખાડવાનું શરૂ કરી દીધું છે.