Homeમનોરંજનમિસ્ટ્રી ગર્લ સાથે જોવા મળ્યો વિજય વર્મા

મિસ્ટ્રી ગર્લ સાથે જોવા મળ્યો વિજય વર્મા

ફરી એકવાર બોલીવુડ અભિનેતા વિજય વર્મા ચર્ચામાં આવી ગયા છે. તાજેતરમાં તેમની વેબ સિરીઝ ‘મટકા કિંગ’રિલીઝ થયા બાદ તેમની એક્ટિંગને ખૂબ વખાણ મળી રહ્યા છે. પરંતુ હવે તેમની પર્સનલ લાઈફને લઈને સોશિયલ મીડિયામાં નવી ચર્ચા શરૂ થઈ છે.
તાજેતરમાં વિજય વર્માને એક રેસ્ટોરન્ટની બહાર એક અજાણી યુવતી સાથે સ્પોટ કરવામાં આવ્યા હતા. બંને સાથે બહાર નીકળતા અને કારમાં બેસતા જોવા મળ્યા હતા. આ દરમિયાન બંને વચ્ચેની મજેદાર વાતચીત અને સ્મિતે ફેન્સનું ધ્યાન ખેંચ્યું છે. વીડિયો વાયરલ થતા લોકો અંદાજ લગાવી રહ્યા છે કે શું વિજય ફરીથી કોઈ નવા સંબંધમાં છે?
આ વાયરલ વીડિયોમાં વિજય કેઝ્યુઅલ લુકમાં દેખાઈ રહ્યા છે, જ્યારે તેમની સાથે રહેલી યુવતી પણ સ્ટાઈલિશ અવતારમાં જોવા મળી હતી. બંનેની નજીકતા જોઈને સોશિયલ મીડિયા પર અનેક પ્રકારના રિએક્શન્સ આવી રહ્યા છે. કેટલાક યુઝર્સ કહી રહ્યા છે કે “વિજય હવે આગળ વધી ગયા છે”, જ્યારે કેટલાકએ પૂછ્યું કે “શું આ તેમની નવી ગર્લફ્રેન્ડ છે?”
હવે સૌથી મોટો સવાલ એ છે કે આ મિસ્ટ્રી ગર્લ કોણ છે? માહિતી અનુસાર, વીડિયોમાં દેખાતી યુવતી અભિનેત્રી આલિયા કુરેશી છે. તેઓ અગાઉ જવાનમાં શાહરૂખ ખાન સાથે જોવા મળી ચૂકી છે. ઉપરાંત તેઓ ગાયક અને સોંગરાઇટર તરીકે પણ જાણીતી છે.

સંબંધિત લેખો

અમને સોશિયલ મીડિયા પર ફોલો કરો

જાહેરાત