સોનાક્ષી બત્રા સંકેત આપે છે કે, જગધાત્રી અને શિવાયનો આગામી પ્રેમકથાનો ટ્રેક: “સામાન્ય રોમાન્સ જેવો નહીં હોય”
ઝી ટીવીનો જગધાત્રી શો એ તેની અલગ અને જકડતી વાર્તાથી દર્શકોમાં સૌથી ચહિતો શો બની ગયો છે, તેમાં એક મજબૂત યુવતી કઈ રીતે તેની ઘરની જવાબદારી સાથોસાથ એક બાહોશ પોલિસ અધિકારીની બેવડી ભૂમિકાની વચ્ચે સમતોલન જાળવે છે, તે દર્શાવવામાં આવે છે. આ શક્તિશાળી અને બહુર્મુખી પ્રતિભાવાળા જગધાત્રી (સોનાક્ષી બત્રા)નો પ્રવાસ દર્શકો માટે ખૂબ જ સંબંધિત અને સાંકળતો છે.
તાજેતરના એપિસોડમાં, દર્શકોએ જોયું કે, જ્યારે શિવાય (ફરમાન હૈદર)ને રૂદ્ર (આયુષ શ્રીવાસ્તવ) દ્વારા ગોળી મારવામાં આવી હતી ત્યારે એક મોટો વણાંક આવ્યો હતો, જેનાથી તેનું જીવન મુશ્કેલીમાં મૂકાઈ ગયું હતું.

આ અકસ્માતે જગધાત્રીને ખૂબ જ અસર કરી હતી, તેના લીધે તે ખૂબ જ ચિંતિ હતી. શિવાય તેના માટે જીવનના દરેક તબક્કામાં તે હંમેશાથી જ એક મોટો સપોર્ટ સિસ્ટમ બની રહ્યો હતો, જે તેને તાકાત, વિશ્વાસ તથા સપોર્ટ આપતો હતો. તેને આવી મુશ્કેલ પરિસ્થિતિમાં જોઈને જગધાત્રીએ અનુભવ્યું કે, તેના જીવનમાં શિવાયનું મહત્વ કેટલું જરૂરી છે.

શિવાય હવે સાજો થઈને ઘરે પરત ફર્યો છે, ત્યારે દર્શકોએ જગધાત્રીની એક સરળ અને વધુ કાળજી લેનાર સાઈડને જોઈ હતી. તેમની મિત્રતા એક વિશ્વાસ અને કમ્પેનિયનશીપ પર ઉભી થઈ હતી અને ધીમે-ધીમે પ્રેમ તરફ આગળ વધી રહી છે. શિવાય તો, પહેલાથી જ જગધાત્રીને ચૂપચાપ પ્રેમ કરતો હતો, ત્યારે જગધાત્રીને પણ તેની પોતાની લાગણી સમજાવવા લાગી છે અને ધીમે-ધીમે તેને પણ અનુભવ્યું છે કે, તે ખરેખર તેના જીવનમાં ખાસ છે.
જગધાત્રીના પ્રવાસમાં ભાવનાત્મક રજૂઆત વિશે સોનાક્ષી બત્રા કહે છે, “જગધાત્રી એ હંમેશા એવી વ્યક્તિ છે, જેમાં તાકાત, લોજિક અને જવાબદારી છે, તેથી જ્યારે તેને અનુભવ્યું કે, શિવાય તેના જીવનમાં ખરેખર જરૂરી છે, ત્યારે તેની લાગણી બદલાઈ ગઈ છે. બધું થયા બાદ, ખાસ તો, શિવાયનું જીવન મુશ્કેલીમાં મુકાયા બાદ, તેના પ્રત્યેની કાળજી તેને સમજાવવા લાગી છે. ક્યારેક પ્રેમ એ કોઈ મોટા સ્વિકાર્ય સાથે નથી આવતું, પણ તે થોડી-થોડી ચિંતા, વિશ્વાસ અને એકબીજાની સાથે ઉભા રહેવાથી શરૂ થાય છે અને જગધાત્રી તથા શિવાયની વચ્ચે આવું જ થયું છે. તેમની પ્રેમકથા સામાન્ય ટેલિવિઝન રોમાન્સ જેવી નથી. પણ તેમાં ઘણા સ્તરો, વણકહી લાગણીઓ છે, જે તેને વધુ ખાસ બનાવે છે. જગધાત્રી એ એક પોલિસ છે, તે ખૂબ જ નિડર અને કેન્દ્રિત છે, તો એવી કોઈ વ્યક્તિ જે ધીમેથી તેનું દિલ ખોલે છે અને પ્રેમમાં પડે છે, તે દર્શકો માટે ખૂબ જ અલગ અને મજાનું બની રહ્યું છે. મને લાગે છે કે, દર્શકો એ આ પ્રકારની પ્રેમકથા ક્યારેય નથી જોઈ અને તે જ આ બાબતને વધુ રસપ્રદ બનાવશે. એક કલાકાર તરીકે આ તબક્કાને રજૂ કરવા ખૂબ જ ઉત્સાહિત છું, કેમકે તે જગધાત્રીની નવી સાઈડને રજૂ કરે છે. બંને પાત્રોની વચ્ચે તાલમેલ સાધવો એ ભાવનાત્મક ઉતાર-ચડાવવાળું અને રિવોર્ડિંગ બની રહ્યું હતું. આને લીધે એક કલાકાર તરીકે મારે વધુ મહેનત કરવી પડી અને મારા પાત્રમાં ઉંડાણ લાવવાનું હતું. મને આવા પડકારો ખૂબ જ ગમે છે, કેમકે તે એક કલાકાર તરીકે મને વિકસવામાં મદદ કરે છે. દર્શકો પણ શિવધાત્રી પર ખૂબ જપ્રેમ વરસાવ્યો છે અને હું આશા રાખું છું કે, આ પ્રેમકથા આગામી એપિસોડમાં વધુ યાદગાર બની રહેશે.”
દર્શકો પહેલાથી જ શિવધાત્રી પર પોતાનો પ્રેમ વરસાવી રહ્યા છે, જેના લીધે શિવાય અને જગધાત્રી એ સ્ક્રીન પરની સૌથી પ્રિય જોડી બની ગયા છે.
